Site icon

દિલ્હીની સરકારી હોસ્પિટલમાં છૂપાવેશે પહોંચેલા મંત્રી મનસુખ માંડવિયા સાથે એવું તે શું થયું? કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ વાત કહેવી પડી: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
જૂના સમયના રાજાઓ પ્રજાના દુ:ખો જાણવા કોઈકવાર વેશપલટો કરીને તેમની વચ્ચે ફરતા. આવું જ હાલમાં કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાને કર્યું હતું. દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં છૂપા વેશે ગયેલા મંત્રી મનસુખ માંડવિયાને ચોંકાનારાં અનુભવો થયા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું આખી સિસ્ટમને બદલવાની જરૂર છે.
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના એક કાર્યક્રમમાં  કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ તેમના અનુભવો કહ્યા હતા. તેઓ આ જ હોસ્પિટલમાં  વેશ બદલીને આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ' મેં જોયું ૭૫ વર્ષના વૃદ્ધા તેના દીકરાને સ્ટ્રેચર પર લઈ જવા માટે સિક્યુરિટી ગાર્ડને વિનંતી કરી રહ્યા હતા, પરંતુ કોઈએ તેમની મદદ કરી નહીં. હોસ્પિટલમાં ૧૫૦૦ માણસો હોવા છતાં મહિલાની મદદ માટે કોઈ આગળ કેમ આવ્યું નહીં? '

6 મહિનામાં, 6 રાજ્યોના મુખ્ય મંત્રીઓ બદલાયા, રાજનીતિમાં આવ્યો નવો વળાંક; જાણો વિગત

Join Our WhatsApp Community

 એક ગાર્ડે તો છૂપાવેશમાં ફરતા માંડવિયાને પણ ધક્કો માર્યો હતો.

મનસુખ માંડવિયાનો અનુભવ સાંભળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેચેન થઈને પૂછ્યું હતું કે તમે સંબંધિત સિક્યોરિટી ગાર્ડને બરતરફ કર્યો કે ? ત્યારે માંડવિયાએ કહ્યું કે, 'ખાલી એક વ્યક્તિને નહીં આખી વ્યવસ્થાને બદલવાની જરૂર છે.'

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version