Site icon News Continuous Bureau | Mumbai

ત્રિપુરા હિંસાચારના પડધાઃ મહારાષ્ટ્ર હજી અશાંત. મુંબઈના આ વિસ્તારોમાં પોલીસ માર્ચ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 15 નવેમ્બર  2021 
સોમવાર.

ત્રિપુરામાં ગયા મહિનામાં થયેલા હિંસાચારના પડઘા રહી રહીને મહારાષ્ટ્રમા જોવા મળી રહ્યા છે. રાજયના અમરાવતી, નાંદેડ, ભીવંડી, માલેગાંવ જેવા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસાને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી છે. જોકે અમુક વિસ્તારમાં પરિસ્થિતિ હજી તણાવપૂર્ણ છે. હિંસાચારના બનાવમાં પોલીસ સહિત અનેક લોકો જખમી થયા હતા. તો મોટા પ્રમાણમાં દુકાનમાં તોડફોડ અને વાહનોને બાળવાના બનાવ બન્યા હતા. મુંબઈના પણ અમુક વિસ્તારમાં તેની અસર જોવા મળી હતી. તેથી મુંબઈના સંવેદનશીલ વિસ્તારને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. રવિવારે પોલીસે  માનર્ખુદમાં લલ્લુભાઈ કમ્પાઉન્ડથી મંડાલા સુધીના સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે માર્ચ કરી હતી, જેમાં માનર્ખુદ પોલીસના આઠ અધિકારી અને 51 કોન્સ્ટેબલ જોડાયા હતા. એ સિવાય વિક્રોલી(વેસ્ટ)ના અમુક સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસે માર્ચ કરી હતી.

Join Our WhatsApp Channel

ગુજરાતમાં ધમધમ્યો ડ્રગ્સનો વેપાર? દેવભૂમિ દ્વારકા બાદ હવે મોરબીમાંથી પકડાયું આટલા કિલો હેરોઈન, 2ની ધરપકડ; જાણો વિગતે
 

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version