Site icon

લ્યો કરો વાત- દિલ્હીમાં ટપાલીઓ ફેરિયા બન્યા- સરકારી આદેશને કારણે આ વેચી રહ્યા છે

News Continuous Bureau | Mumbai

પોસ્ટ ઓફિસમાં(post office) કામ કરનારા પોસ્ટ મેનો છેલ્લા થોડા દિવસથી હેરાન પરેશાન થઈ ગયા છે. કારણ કે તેમના માથા પર અજબ પ્રકારનું વધારાનું કામ નાખવામાં આવ્યું છે. આઝાદીના 75માં વર્ષની ઊજવણી(Independence Celebration) નિમિત્તે દેશભરમાં અમૃતમહોત્વની ઊજવણી(Amritamahotva celebration) થવાની છે, જે હેઠળ હર ઘર તિરંગાની ઝુંબેશ(Har Ghar Triranga Campaign) હાથ ધરવામાં આવી છે. તેથી પોસ્ટમેનોને(postmen) ટપાલને(mail) બદલે ઝંડા વેચવાનું કામ આપવામાં આવ્યું છે. તેનાથી મોટી સંખ્યામાં પોસ્ટમેનોમાં નારાજગી વ્યાપી ગઈ છે.

Join Our WhatsApp Community

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ દરેક પોસ્ટમેનને 10 ઝંડા વેચવાનો(Selling flags) ટાર્ગેટ આપ્યો છે. એક ઝંડાની કિંમત 25 રૂપિયા છે. ઉપરથી આવેલા ફરમાનને કારણે પોસ્ટમેનોને ટપાલ વેચાવાને બદલે ઝંડા રીતસરના વેચવાનું કામ કરવું પડી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ ટૂંક સમયમાં સારવાર માટે જઈ શકશે સિંગાપુર- કોર્ટે આપી દીધી આ મંજૂરી- જાણો વિગતે 

પોસ્ટમેનોને ઝંડા વેચવાનું કામ આપવામાં આવ્યું છે. ટપાલને બદલે ઝંડા વેચતા જોઈને લોકો તેમને શંકાની નજરે જોઈ રહ્યા છે એવી દલીલ અનેક પોસ્ટમેન કરી રહ્યા છે.  આ કામ કરવાને બદલે અનેક પોસ્ટમેનો લાંબી રજા પર ઉતરી ગયા છે. તો અનેક પોસ્ટમેનો આ કામ કરવાનો ઈનકાર કરતા તેમને ઉપરથી ફરમાન આવ્યું હોવાથી આ કામ કરવું જ પડશે એવો આદેશ આપવામાં આવ્યો છે. જે પોસ્ટમેન ઝંડો નહીં વેચે તેની સામે ડીપાર્ટમેન્ટ કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હોવાનું કહેવાય છે. તેથી ડરના માર્યા અનેક પોસ્ટમેનો ઝંડા વેચતા દેખાઈ રહ્યા છે.
 

Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Exit mobile version