News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) નવ જિલ્લામાં ચોમાસા(Monsoon) પહેલા વરસાદના(Rain) જોરદાર ઝાપટાં પડવાના છે. ભારે પવન ફૂંકાવાની સાથે મુશળધાર વરસાદની(Heavy rain) આગાહી હવામાન ખાતા(meteorological department) કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે.
દેશમાં આ વખતે ચોમાસાનું આગમન જલદી થવાનું છે. નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે આગામી કેટલાક કલાકોમાં તે આંદામાન અને નિકોબાર ટાપુઓ(Andaman and Nicobar Islands) પર ત્રાટકે તેવી પણ ધારણા છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના ભાગોમાં પ્રિ-મોન્સૂન(Pre monsoon) વરસાદની આગાહી કરી છે.
આ સમાચાર પણ વાંચો : આ વર્ષે કેરળમાં ચોમાસું એક સપ્તાહ વહેલું આવશે, આ તારીખે થઇ શકે છે મેઘરાજાનું આગમન.. હવામાન વિભાગનો વર્તારો..
રાજ્યના કોલ્હાપુર(Kolhapur), સતારા(Satara), સાંગલી, સોલાપુર, ઉસ્માનાબાદ, લાતુર, પરભણી, નાંદેડ અને હિંગોલી જિલ્લામાં 'યલો એલર્ટ' (Yellow alert)જારી કરવામાં આવ્યું છે. બિહારથી તામિલનાડુના દક્ષિણ ભાગથી છત્તીસગઢ, તેલંગાણા અને વિદર્ભ સુધી વિસ્તરેલ બેસિન (વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિઓ)ની રચનાને કારણે વિદર્ભ, ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર કોંકણ સિવાય રાજ્યમાં ચોમાસા પૂર્વે વરસાદની અપેક્ષા છે.
