ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
લુધિયાના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આજે સવારના ભીષણ સ્ફોટ થયો હતો, જેમાં બેના મોત થયા હતા, તો અનેક લોકો જખમી થયા હતા. સ્ફોટ શેના કારણે થયો હતો તે મોડે સુધી જાણી શકાયું નહોતું. પરંતુ મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ આ દુર્ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને દોષીને છોડવામાં આવશે નહીં એવું કહ્યું હતું.
પંજાબના લુધિયાનાની કોર્ટના બીજા માળે સ્ફોટ થયો હતો, સ્ફોટ શેના કારણે થયો હતો અને તે માટે જવાબદાર કોણ તે જાણી શકાયું નહોતું. મીડિયા રિપોર્ટ મુજબ સ્ફોટ એટલો ભીષણ હતો કે આજુબાજુની બિલ્ડિંગ પણ હલી ગઈ હતી અને બિલ્ડિંગના કાચ પણ તૂટી ગયા હતા. જખમીઓને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લુધિયાના ડિસ્ટ્રિક્ટ કોર્ટની બિલ્ડિંગ છ માળાની છે, તેના બીજા માળે આવેલા બાથરૂમમાં આ સ્ફોટ થયો હતો. બોમ્બ સ્ટોફ થવાની સાથે જ ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી. સદનસીબે આજે વકીલોની હડતાલ હોવાને કારણે કોર્ટમાં હાજરી બહુ પાંખી હતી. તેથી મોટી જાનહાની ટળી ગઈ હતી.
લુધિયાનાના પોલીસ કમિશનરે મિડિયાને જણાવ્યા મુજબ ઘટનાની તપાસ ચાલુ છે, સ્ફોટ બાથરૂમમાં થયો હતો અને બાથરૂમની બાજુમાં જ રેકોર્ડરૂમ છે.
