News Continuous Bureau|Mumbai.
પટના હાઈકોર્ટે(Patna Highcourt) રાષ્ટ્રીય જનતા દળ(RJD chief)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav)ને મોટી રાહત આપી છે.
હવે તે પોતાની સારવાર માટે સિંગાપુર(Singapore) જઈ શકે છે.
સીબીઆઈ કોર્ટે(CBI court) તેમને સિંગાપોર જવા માટે પાસપોર્ટ રીન્યુ(Passport renew) કરવાની મંજૂરી આપી છે.
લાલુ પ્રસાદ યાદવ છેલ્લા એક વર્ષથી સિંગાપોરના એક ડોક્ટરના સંપર્કમાં છે.
ગયા વર્ષે નવેમ્બરમાં પણ એવી ચર્ચા હતી કે તે, સિંગાપોરમાં પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે લાલુ ઘણી બીમારીઓથી પીડિત છે, જેમાં તેમને સૌથી મોટી સમસ્યા ટાઈપ-2 ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે.
આ સમાચાર પણ વાંચો : 5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ-આ ટેલિકોમ કંપનીનો હાથ ઉપર રહ્યો- સરકારને થઈ અધધ કમાણી
