ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
કોલ્હાપુરમાં આઠ કલાકની અંદર જ બે રેલવે એક્સિડન્ટના આઘાતજનક બનાવ બન્યા હતા. બપોરના સમયમાં રેલવેનો જયાં માલ ઉતરે એ ધક્કા પર ટ્રેનનો માલવાહક એક ડબ્બો પલટી ખાઈ ગયો હતો.
આ દુઘર્ટનામાં ડબ્બો પલટી ખાતામાં તેમાં છ માથાડી કામગાર ફસાઈ ગયા હતા. તો ત્રણથી ચાર લોકો જખમી થયા હતા. જખમીઓને તુરંત હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા છે. તો ડબ્બામાં ફસાઈ ગયેલા ચાર કામગારોને બહાર કાઢવાના પ્રયાસ ચાલુ છે.
રેલવેની માલગાડી અનાજ અને સિમેન્ટ વગેરે લઈ આવી હતી. આ સામાન ટ્રેનમાંથી ઉતારવાનું કામ ચાલુ હતું એ દરિમયાન અચાનક આ દુર્ઘટના બની હોવાનું કહેવાય છે. આઠ કલાક અગાઉ પણ કોલ્હાપુરમાં એક આવી જ એક્સિડન્ટની દુર્ઘટના બની હતી.
