News Continuous Bureau | Mumbai
સખત તાપથી પરેશાન જનતાને ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે.
મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણના કેટલાક ભાગોમાં વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ છે.
દરમિયાન હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.
ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે અને ગરમીનું પ્રમાણ પણ ઓછું થશે.
જો કે, આગામી ત્રણ દિવસ વિદર્ભમાં ગરમીનું મોજું રહેવાની આગાહી કરી છે.
આ સમાચાર પણ વાંચો : રામનવમીના તહેવારે પથ્થરમારો કરનારા આરોપીઓને શિવરાજ સરકારે ધોળે દિવસ દેખાડ્યાં તારા, કરી આ કડક કાર્યવાહી; જુઓ વિડિયો, જાણો વિગતે
