Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ના વધુ એક શહેરમાં કોરોના ને કારણે કડક નિર્બંધો લદાયા. શું હવે મુંબઈનો વારો છે? જાણો વિગત

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

09 માર્ચ 2021

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં ઔરંગાબાદ, બુલઢાણા, યવતમાલ, અકોલા  બાદ હવે વધુ એક શહેરમાં કડક પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને નાસિક જિલ્લા તંત્ર દ્વારા આકરા નિયંત્રણો સાથે વીકેંડ લોકડાઉન લાદવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી વહીવટીતંત્રએ નિર્ણય લીધો કે 15 માર્ચથી જિલ્લામાં લગ્ન સમારોહને મંજૂરી નહીં આપવામાં આવે. આ પ્રતિબંધ દરમિયાન કોઈ પણ કારણ વગર ઘરથી બહાર નીકળનાર નાગરિકોને પોલીસની કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

લોકડાઉન દરમિયાન સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી તમામ દુકાનો, શોપિંગ મોલ, કોમ્પલેક્સ બંધ રહેશે. માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનોને જ છૂટ આપવામાં આવશે. 

રેસ્ટોરંટ રાત્રે 9 વાગ્યે બંધ થશે અને 11 વાગ્યા સુધી પાર્સલ આપી શકશે. નાસિક શહેરની તમામ સ્કૂલ, કોલેજો, કોચિંગ ક્લાસ બંધ રહેશે.

મંદિર-મસ્જિદ સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. વીકેન્ડમાં ધર્મસ્થાનો સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. UPSC અને MPSCની પરીક્ષા નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે જ યોજાશે.

આપને જણાવી દઈએ કે આ નિર્ણયનો અમલ મંગળવારે ( 9 માર્ચ ) બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.

Vasant Davkhare Case Verdict ૧૭ વર્ષ જૂના વસંત દાવખરે કેસમાં મોટો ચુકાદો ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે નિર્દોષ જાહેર!
17 Year Old Case Verdict કટ્ટર હરીફો એક જ કેસમાં સાથે! ૧૭ વર્ષ જૂના આંદોલન કેસમાં આજે કોર્ટનો ફેંસલો; શિંદેઠાકરેના રાજકીય ભવિષ્ય પર સૌની નજર
MP Traders Observe No UPI Day આ રાજ્યમાં આજે UPI બંધ વેપારીઓએ QR કોડ કાળા કપડાથી ઢાંક્યા, ગ્રાહકોને ખિસ્સામાં રોકડ રાખવા અપીલ!
Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Exit mobile version