ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ મુંબઈ સહિત મહારાષ્ટ્રના સેંકડો પરિવારો પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે.
ભારત સરકાર તેમને પાછા લાવવાના ભરપુર પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકાર પણ ફસાયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે.
યુક્રેનમાં ફસાયેલા મહારાષ્ટ્રના નાગરિકો માટે મુંબઈમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.
મુંબઈના જિલ્લા કલેક્ટર રાજીવ નિવતકરે, યુક્રેનમાં ફસાયેલા મુંબઈના નાગરિકો અને વિદ્યાર્થીઓને સિટી ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે.
આ સાથે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય વિદેશ મંત્રાલયે પણ નવી દિલ્હીમાં હેલ્પલાઈન શરૂ કરી છે.