આશરે ૨૫ વર્ષ પછી પંજાબમાં શિરોમણી અકાલી દળ અને માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કર્યું છે.
પંજાબમાં વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે અગાઉ આ જાહેરાત કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે ગત અનેક દશકો થી શિરોમણી અકાલી દળ અને ભાજપ વચ્ચે ગઠબંધન હતું. પરંતુ હવે બહુજન સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન થતા ભાજપ હવે એકલા હાથે ચૂંટણી લડશે.