News Continuous Bureau | Mumbai
દેશમાં વધી રહેલી સાયબર ક્રાઈમની(Cyber crime) ઘટનાઓને ધ્યાને રાખી હવે સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ(SBI bank) પોતાના ગ્રાહતો માટે ચેતવણી જાહેર કરી છે. બેંક પોતાના કરોડો ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે નંબર જાહેર કર્યા. આ મામલે બેંકે પોતાના ગ્રાહકોને જાગરૂક પણ કર્યા છે.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બે નંબર જાહેર કરીને છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરી છે, જેથી ગ્રાહકોને નુકસાન થઈ શકે છે. પોતાના ગ્રાહકોને ફિશિંગ સ્કેમથી(Phishing scam) બચાવવા માટે બેંકે ચેતવણી જાહેર કરી છે. બેંક તરફથી કહેવામાં આવ્યું કે, ટ્વીટ, એસએમએસ, અને ઈમેલમાં(Email) ફિશિંગ છેતરપિંડીની ઘટનાઓ સામે આવી છે. ફોન પર કેટલાક લોકો પોતાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી જણાવીને છેતરપિંડી કરી રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરતા બે નંબર પરથી ફોન આવે તો રિસીવ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં આ ૮૨૯૪૭૧૦૯૪૬ અને ૭૩૬૨૯૫૧૯૭૩ નંબરોનો સમાવેશ થાય છે.. બેંકે કહ્યું કે, જો તમને આ નંબરોથી ફોન આવે તો સાવધાન રહેવાની જરૂર છે.
આ સમાચાર પણ વાંચો : યાત્રી કૃપયા ધ્યાન દે!!! આજે મુંબઈ-ગુજરાત વચ્ચેની ટ્રેનોને આ કારણથી થશે અસર. જાણો વિગતે.