સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, તૃણમૂલ કોંગ્રેસ સરકાર અને ભારતના ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે.
સાથે જ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસાને કારણે કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા મુદ્દે કેન્દ્રનો જવાબ માગ્યો છે.
પશ્ચિમ બંગાળમાં 2જી મેના રોજ વિધાનસભા ચૂંટણીના પરીણામો જાહેર થયા પછી પણ રાજ્યમાં રાજકીય હિંસા ચાલુ રહેતાં આ મુદ્દે દરમિયાનગીરી કરવા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ છે.
અરજીમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસ એસઆઇટી દ્વારા કરાવવાની માંગ કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, આમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં પીડિતો અને તેમના પરિવારો માટે વળતરની માંગ કરાઇ છે.
