Site icon News Continuous Bureau | Mumbai

શિક્ષકોની આ ભૂલને લીધે મહારાષ્ટ્રમાં SSC બોર્ડના રિઝલ્ટ લંબાઈ જશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 જુલાઈ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રમાં રાજ્યના શિક્ષકો, મુખ્યાધ્યાપકો તથા સ્કૂલ દ્વારા કૉમ્યુટરાઇઝડ સિસ્ટમમાં રિઝલ્ટ બાબતની વિગત નોંધવામાં ભૂલો થઈ હતી. એથી SSC બોર્ડના દસમા ધોરણનું રિઝલ્ટ લંબાઈ જવાની શક્યતા છે.

દસમા ધોરણના રિઝલ્ટને લઈને તમામ સ્કૂલોએ મહારાષ્ટ્ર બોર્ડને કૉમ્યુટરાઇઝડ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓના માર્ક મોકલવાના હતા. જોકે એ સમયે સ્કૂલ દ્વારા માર્ક લખતાં સમયે સ્કૂલ સ્તરે મોટા પ્રમાણમાં ભૂલો થઈ ગઈ હતી. એ બાબત બોર્ડને ધ્યાનમાં આવી હતી તેમ જ અમુક વિદ્યાર્થીઓના અમુક વિષયને લગતા માર્ક પણ લખાયા નથી. તેમ જ વિદ્યાર્થીઓના પાંચમા અને નવમા ધોરણની ટકાવારી  પણ લખવામાં આવી નહોતી.  શિક્ષકોએ તેમને આપેલી મુદતમાં માર્ક મૂક્યા જ નહોતા.

ઇ.ડી. થી બચવા છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભમાં રહેલા શિવસેનાના આ ધારાસભ્ય અચાનક વિધાનસભામાં પ્રગટ થયા.

તેથી મહારાષ્ટ્ર બોર્ડે આ ભૂલ સુધારવા માટે તમામ શાળાઓને 3 જુલાઈ સુધીની મુદત આપી હતી. એમાં 97 ટકા સ્કૂલોએ પોતાનું કામ પૂરું કરી નાખ્યું હતું. જોકે ત્યાર બાદ પણ એમાં અમુક ભૂલો રહી હતી. એથી બોર્ડે 9 જુલાઈ સુધીની મુદત વધારી આપી હતી. એથી દસમાનું રિઝલ્ટ લંબાઈ જવાનું છે.

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version