Site icon

અરે વાહ, મહારાષ્ટ્રનું આ શહેર બન્યું સંપૂર્ણ શાકાહારી. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં સંત તુકારામના જન્મસ્થળ દેહુમાં માંસ અને માછલીના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેથી, દેહુ મહારાષ્ટ્રમાં શુદ્ધ શાકાહારી શહેર બની ગયું છે. મ્યુનિસિપલ કાઉન્સિલ વતી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી બનેલી દેહુ મ્યુનિસિપલ કાઉન્સિલની પ્રથમ સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આજથી તેનો અમલ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

અગાઉ ગ્રામ પંચાયતે પણ આ મુજબનો નિર્ણય લીધો હતો. જોકે, ગ્રામ પંચાયતનું વિસર્જન થઈ ગયું હતું અને ત્યાર બાદ કોરોના મહામારી ચાલુ થઈ ગઈ છે. તેથી છેલ્લા બે વર્ષથી આ નિર્ણય અટવાઈ ગયો હતો. ગ્રામ પંચાચના વિર્સજન બાદ પ્રશાસકનું રાજ હતું ત્યારે માંસનું વેચાણ ફરી શરૂ થયું હતું. પરંતુ હવે નગરપરિષદની  સ્થાપના કરવામાં આવી છે, ત્યારે ફરીથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ બેઠકમાં વારકારીઓ અને સ્થાનિક રહેવાસીઓની માંગણીઓને ધ્યાને લઈ દેહુ શહેરમાં માછલી અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિર વિસ્તારમાં આવેલી ઈન્દ્રાયાણી નદીમાં માછીમારી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: નોર્થ ઇસ્ટના આ રાજ્યમાં ભાજપે રાજ્યસભાની બંને બેઠકો હાંસલ કરી જીતી, કોંગ્રેસે તેના ધારાસભ્યને કર્યા સસ્પેન્ડ; જાણો શું છે કારણ

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version