ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
કોરોના વાયરસ રોગચાળાના ઘટતા કેસ વચ્ચે કેજરીવાલ સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તમામ વર્ગોની શાળાઓ 1 નવેમ્બરથી ખુલશે.
આ સાથે દિલ્હીમાં સાર્વજનિક છઠ પૂજાના આયોજનને પણ મંજૂરી આપવામાં આવી છે
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું કે શાળા ખોલવાનો નિર્ણય ડીડીએમએની બેઠકમાં લેવામાં આવ્યો છે.
જોકે સ્કુલ ખુલ્યા બાદ પણ ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલી શકે છે પરંતુ તેમને ફરજ નહીં પડાશે.
ઉલ્લેખનીય છે કે પહેલાં દિલ્હી સરકારે પાટનગરમાં છઠ પૂજાના સાર્વજનિક આયોજન પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ હવે એ આદેશ પરત લઈ લેવામાં આવ્યો છે.
વિશ્વના દેશમાં મોતની સજાના કેસમાં થયો નોંધપાત્ર વધારો, સામે આવ્યા ચોંકાવનારા આંકડા