Site icon

શરદ પવાર પોતાની જાળમાં ફસાયા- આ એક નિર્ણયથી કોંગ્રેસ નહીં પણ આખી ઉદ્ધવ સરકારને ખતરામાં લાવી દીધી-જાણો તે ભૂલ વિશે

If I had asked everyone What Sharad Pawar told NCP leaders on decision to step down as party chief

શરદ પવારની આવી પહેલી પ્રતિક્રિયા કહ્યું-એનસીપીના પ્રમુખ પદ અંગે આ તારીખે યોજાનાર સમિતિ બેઠકના નિર્ણય સાથે હું સંમત થઈશ..

News Continuous Bureau | Mumbai 

નાના પટોલેના(Nana Patole) રાજીનામા(Resignation) બાદ વિધાનસભાના અધ્યક્ષની(Speaker of the Legislature) ખાલી પડેલી જગ્યા નહીં ભરીને આઘાડીની સરકારમાં(mahavikas government) કોંગ્રેસને(Congress) અડચણમાં લાવવાનું  રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) શરદ પવાર(Sharad Pawar) સહિત ઉદ્ધવ સરકારને(Uddhav Sarkar)  ભારે પડ્યું છે. રાજ્યપાલે(Governor) રીમાઇન્ડર મોકલવા છતાં વિધાનસભાના અધ્યક્ષપદે નિમણૂક કરી નહોતી. આગળ જઈને નિયમોમાં પણ ફેરફાર કર્યો અને ત્યારબાદ રાજ્યપાલે અધ્યક્ષ પદ ભરવાને માન્યતા આપી નહોતી. અધ્યક્ષપદ ખાલી રહ્યું હતું અને હવે તેના  પરિણામ સ્વરૂપે ગઠબંધન સરકાર મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

Join Our WhatsApp Community

ઠાકરે સરકારે નવેમ્બર 2019માં શપથ લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી પદ માટે શિવસેના(Shiv Sena), વિધાનસભા અધ્યક્ષ પદ માટે કોંગ્રેસ અને વિધાન પરિષદના અધ્યક્ષ પદ માટે એનસીપી વચ્ચે સમજૂતી થઈ હતી. પટોલે વિધાનસભાના અધ્યક્ષ બન્યા. જોકે, તેમણે ફેબ્રુઆરી 2020માં રાજીનામું આપી દીધું હતું.  ત્યારબાદથી તેઓએ સતત શરદ પવાર પર નિશાન સાધવાનું ચાલુ રાખ્યું.

આ સમાચાર પણ વાંચો :  ઓય બાપા-ઉદ્ધવ ઠાકરેના સુપુત્ર એવા આદિત્ય ઠાકરે હવે એકલા મંત્રી બચ્યા છે જે શિવસેનામાં છે- બાકી બધાય ફુરરરર-જાણો વિગત

પટોલેને મંત્રી બનાવવા માટે તેમણે વિધાનસભાના અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યું હતું. પવારે કેબિનેટ વિસ્તરણને(Cabinet expansion) મંજૂરી આપી ન હોવાથી પટોલેને મંત્રી પદ મળ્યું ન હતું. વિધાનસભા અધ્યક્ષનું પદ ખાલી છે, પરંતુ એનસીપીના નરહરિ જીરવાલ વિધાનસભાના ઉપાધ્યક્ષ છે. બીજા શબ્દોમાં કહીએ તો વિધાનસભા પર એનસીપીનો કબજો હતો. રાજ્યપાલે બે વખત સરકારને વિધાનસભા અધ્યક્ષની જગ્યા ભરવા માટે કહ્યું. કોંગ્રેસે અધ્યક્ષપદ માટે પૃથ્વીરાજ ચવ્હાણ(Prithviraj Chavan) અને સંગ્રામ થોપટેને(Sangram Thopate) પસંદ કર્યા હતા. જોકે તે નામ સામે શરદ પવારને વાંધો હતો. સરકારે વિધાનસભાના અધ્યક્ષપદ માટેના નિયમોમાં ફેરફાર કર્યો. ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. વિપક્ષ ભાજપે(BJP) બદલાયેલા નિયમો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેઓએ  રાજ્યપાલને ફરિયાદ કરી હતી

મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને(Bhagat Singh Koshyari) વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીને મંજૂરી આપવા વિનંતી કરી હતી. જોકે, રાજ્યપાલે કાયદાકીય કારણો દર્શાવીને ચૂંટણી ટાળી હતી. પરિણામે છેલ્લા બે વર્ષથી જગ્યા ખાલી પડી છે. હવે આ જ ભૂલ શાસક ગઠબંધન સરકાર માટે એક ફટકો છે. જો વિધાનસભામાં સ્પીકર હોત તો કાયદાકીય અવરોધ ન હોત. તેથી કોંગ્રેસ છેલ્લા કેટલાક દિવસોથી શરદ પવાર પર આક્ષેપો કરી રહી છે.
 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version