Site icon

સત્તા પરિવર્તન બાદ પ્રથમ વખત એનસીપી સુપ્રીમો શરદ પવાર શિંદે સરકાર સાથે એક મંચ દેખાયા- અટકળો વહેતી થઈ- જુઓ ફોટો

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં સત્તા પરિવર્તન બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) એનસીપી સુપ્રીમો શરદ પવાર(NCP Chief Sharad Pawar) ની સાથે મંચ પર દેખાયા હતા.  જેના કારણે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.  

Join Our WhatsApp Community

વાત જાણે એમ છે કે સીએમ એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભારતીય જનતા પાર્ટીના નેતા આશીષ શેલારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર સાથે મુંબઈ ક્રિકેટ સંઘ(Mumbai Cricket Association)ની ચૂંટણી પહેલા સ્પેશિયલ ડિનરમાં હાજરી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : જોખમ- કોરોના વધુ એક નવા અવતારમાં ભારત પહોંચ્યો- દેશનો પ્રથમ કેસ અહીં નોંધાયો

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ અવસર પર કહ્યું કે, પવાર, ફડણવીસ અને શેલાર એક મંચ પર જોઈને અમુક લોકોની રાતોની ઊંઘ હરામ થઈ જશે. પણ આ રાજનીતિ કરવાની જગ્યા નથી. અમે બધા રમત ગમત(Games)ના પ્રશંસકો છીએ અને સમર્થકો છીએ. એટલા માટે અમે અમારા રાજકીય મતભેદ હોવા છતાં પણ ખેલના વિકાસ માટે સાથે આવ્યા છીએ. ખાસ વાત છે કે એકનાથ શિંદેએ કોઈનું નામ લીધું નહોતું, પણ તેમના નિવેદનને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે માટે હોવાનું માનવામાં આવે છે.    

ઉલ્લેખનીય છે કે શિંદે જૂથના બળવાના કારણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી સરકાર પડી ભાંગી હતી. શિવસેનાના 55માંથી 39 ધારાસભ્યો સાથે શિંદે જૂથના વિદ્રોહના કારણે પાર્ટીમાં ફાડ પડી હતી. ત્યારબાદ એકનાથ શિંદેએ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી લીધી, જેમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ તો બની ગયા પણ ક્યારે ધારણ કરશે હોદ્દો- સુરજેવાલાએ કર્યો આ ખુલાસો

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version