Site icon

મહારાષ્ટ્રના આ મંદિર સૌથી સ્વચ્છ મંદિર- સતત બીજી વખત સ્વચ્છતાનો ખિતાબ મેળવ્યો-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

કરોડો ભક્તોનું માનીતું વિશ્વ પ્રસિદ્ધ શિરડી, સાઈ મંદિર(Sai Temple) મહારાષ્ટ્ર(Maharashtra)ના સૌથી સ્વચ્છ મંદિરોમાંનું એક ગણાય છે. “માઝી વસુંધરા અભિયાન(Mazi Vasundhra Abhiyan)”માં શિરડીનું સાઈ મંદિર મહારાષ્ટ્રમાં સતત બીજી વખત ટોચ પર રહ્યું છે. 

Join Our WhatsApp Community

રોજના લાખો ભક્તોના પૂર સાંઈ મંદિરમાં આવતા હોવા છતાં સ્વચ્છતા(cleanliness)ને બાબતે શિરડીના સાઈ મંદિરે બાજી મારી લીધી છે. “માઝી વસુંધરા અભિયાન” શિરડી દેવસ્થાનને પ્રથમ ઇનામ મળ્યું છે. શિરડી રાજ્યના સૌથી સ્વચ્છ મંદિરોમાંનું એક બન્યું છે તો પંઢરપુર સિવાયના તમામ ધાર્મિક સ્થળો(Religious Place) સ્વચ્છતા પ્રત્યે ઉદાસીન જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો :  વધુ એક રેકોર્ડ- 22850 ફૂટની ઉંચાઈ પર બરફની ચાદર ઉપર ITBPના જવાનોનો યોગા અભ્યાસ- જુઓ વીડિયો 

રાજ્યમાં શિરડી, પંઢરપુર, ત્ર્યંબકેશ્વર સહિત અનેક મહત્વપૂર્ણ મંદિરો છે, તે બધામાં આ વર્ષે શિરડી મંદિર જીત્યું છે. સતત બીજા વર્ષે, મંદિરે 3 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીત્યું છે. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુ(devotee)ઓ દર વર્ષે શિરડીની મુલાકાતે આવે છે. તેથી શિરડીમાં સ્વચ્છતા એ નગર પંચાયત માટે મોટો પડકાર છે. 

સ્વચ્છ મંદિર સર્વેની યાદીમાં સૌથી અગ્રેસર શિરડી છે, ત્યાર બાદ બીજા નંબરે પંઢરપુર, ત્રીજા નંબરે શેગાંવ, ચોથા નંબરે ત્ર્યંબકેશ્વર, પાંચમા નંબરે કોલ્હાપુરની મહાલક્ષ્મી મંદિર, છ્ઠા નંબરે જેજુરી, સાતમાં નંબરે તુળજાપુરનો સમાવેશ થાય છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version