Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાના આ નગરસેવક અને તેમની ધારાસભ્ય પત્નીની મુશ્કેલીઓ વધી શકે છે, ઈન્કમટેક્સના હાથે ચઢ્યા મહત્વના પુરાવા.. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,    

મુંબઈ, 01, માર્ચ 2022,

Join Our WhatsApp Channel

મંગળવાર, 

મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શિવસેનાના નગરસેવક યશવંત જાધવ અને તેમના પત્ની ધારાસભ્ય યામિની જાધવની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યા મુજબ જાધવ દંપત્તીની અમુક બનાવટી કંપનીઓનો પર્દાફાશ થયો છે.

થોડા દિવસો પહેલા આવકવેરા વિભાગે યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગ લગભગ ચાર દિવસ સુધી જાધવના ઘરે તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેઓએ અમુક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર નગરસેવક યશવંત જાધવની 12થી વધુ બનાવટી કંપનીઓની ચોંકાવારી વિગત બહાર આવી છે. આ કંપનીઓ દ્વારા મોટા નાણાકીય વ્યવહારો થયા હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું. તે સિવાય આ કંપનીઓમાં કંપની એક્ટ મુજબ કેટલીક ભૂલો પણ જોવા મળી છે. તેથી યશવંત જાધવ અને યામિની જાધવની મુશ્કેલીઓ વધે તેવી પ્રબળ શક્યતા છે.

ફોન ટેપિંગમાં પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા, આ બે નેતાઓના 60 દિવસ ફોન રેકોર્ડ થયા.. જાણો વિગત

જાન્યુઆરીમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ યશવંત જાધવ પર કરોડો રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના પર મુંબઈમાં કોવિડ સેન્ટરના નિર્માણમાં મોટું કૌભાંડ કરવાનો આરોપ હતો. સોમૈયાએ જાધવ પર મની લોન્ડરિંગના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. એવામાં આવકવેરા વિભાગને ચાર દિવસની રેડ દરમિયાન યશવંત જાધવના ઘરેથી અનેક પુરાવા મળ્યા હોવાનું માનવામાં આવે છે, ત્યારે આગામી  મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેનાને તેનો ફટકો પડી શકે છે. 

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version