Site icon

ભૂંગળાને કારણે હિંદુત્વ બદનામ થઈ રહ્યું છેઃ શિવસેનાના આ નેતાએ કર્યો આરોપઃ કહ્યું ભૂંગળાને લઈને કેન્દ્ર નીતિ બનાવે. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ભૂંગળાના વિવાદ(Loudspeaker row)ને કારણે હિન્દુત્વ(Hindutva)ને બદનામ થઈ રહ્યું છે. ભૂંગળાના વિવાદ (Loudspeaker row) પાછળ ભાજપ(BJP)નો હાથ છે. ભૂંગળાને લઈને ભાજપ(BJP)ને એટલી બધી ચિંતા હોય તો તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ને ભૂંગળાને લઈને કેન્દ્રીય નીતિ ઘડવાની માગણી કરવી ભાજપને સલાહ આપતો કટાક્ષ શિવસેનાના નેતા સંજય રાઉતે(Shiv Sena leader Sanjay Raut) કર્યો છે.

Join Our WhatsApp Community

મસ્જિદ(Mosque) પરના ભૂંગળા(Loudspeaker) હટાવવાને 3મે સુધીની મુદત એમએનએસ(MNS)ના નેતા રાજ ઠાકરે(Raj Thackeray) આપી હતી. ભૂંગળાને લઈને દિવસે દિવસે વિવાદ વકરી રહ્યો છે. ભાજપ પણ ભૂંગળાના વિવાદમાં કૂદી પડ્યું છે. રાજ્ય સરકારે (State Govt)પણ ધાર્મિક સ્થળો(Religious place) પર ભૂંગળા બેસાડવાને લઈને આગામી દિવસમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવવાની જાહેરાત કરી છે ત્યારે શિવસેના(Shiv Sena)ના સાંસદ  સંજય રાઉતે ભૂંગળા(Loudspeaker)ને લઈને ભાજપ(BJP) પર ટીકા કરતા કહ્યું હતું કે હિંદુત્વને નામે અમુક લોકો ઢોંગ કરી રહ્યા છે. પણ તે બહુ લાંબા સમય સુધી નહીં ચાલે, તેને કારણે હિંદુત્વ(Hindutv) બદમાન થઈ રહ્યું છે. હિંદુત્વને લઈને લોકોમાં શંકા નિર્માણ થઈ રહી છે. જે રીતે બધુ ચાલી રહ્યુ છે, તેને જોતા ભૂંગળાને લઈને કેન્દ્રીય નીતિ બનાવવાની આવશ્યકતા છે.

આ સમાચાર પણ વાંચો :  માસ્ક પહેરવાને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને આપી દીધી આ ચેતવણી. જાણો વિગતે

સંજય રાઉતે(Sanjay Raut) કહ્યું હતું કે અત્યાર સુધી ગુજરાત(Gujarat)માંથી લાઉડસ્પીકર કાઢવામાં આવ્યા નથી. ઉત્તર પ્રદેશ(Uttar pradesh)માં પણ એવી જ હાલત છે. પહેલા કેન્દ્રીય નીતિ બનાવો ત્યારબાદ સૌથી પહેલા બિહારમાંથી ભૂંગળા કાઢો અને ત્યાર બાદ દિલ્હી, ગુજરાતમાં તેને લાગુ કરો. હિંમત હોય તો નીતિ બનાવો  અને તેનું ફરજિયાત રીતે પાલન કરાવો. મહારાષ્ટ્ર તો કાયદાનું પાલન કરનારું રાજ્ય છે એવો કટાક્ષ પણ સંજય રાઉતે કર્યો હતો.

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Exit mobile version