News Continuous Bureau | Mumbai
શિવસેનાના(Shiv Sena) ભૂતપૂર્વ સાંસદ શિવાજીરાવ પાટીલને(Shivajirao Patil) એકનાથ શિંદેને(Eknath Shinde) મુખ્ય પ્રધાન(Chief Minister) બનવા બદલ અભિનંદન આપવાને કારણે પક્ષવિરોધી(Anti-party) કાર્યવાહીના નામે પક્ષમાંથી કાઢી મૂકવામા આવ્યા હોવાનો અહેવાલ રવિવારે શિવસેનાના મુખપત્ર(Shiv Sena spokesperson) કહેવાતા સામનામાં(Saamna ) આવ્યા હતા. જોકે આ અહેવાલને નકારી કાઢતા હવે શિવસેનાને જ શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું છે.
સામના પેપરને શિવસેનાનું મુખપત્ર કહેવાય છે. શિવસેના પોતાની તમામ જાહેરાત સામના અખબારથી જ કરતી હોય છે. તેથી રવિવારના પક્ષના સિનિયર નેતા શિવાજીરાવ પાટીલને પક્ષવિરોધી કાર્યવાહીને નામે પક્ષમાંથી હકેલી કાઢવામાં આવ્યા હોવાના અહેવાલ છપાયા હતા, તેનાથી શિવાજીરાવ પાટીલ ભારે નારાજ થયા હતા અને બળાપો જાહેર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ફ્લોર ટેસ્ટ પહેલા શિવસેનાને મોટો આંચકો, શિવસેનાના આ ધારાસભ્ય શિંદે જૂથમાં જોડાયા
પહેલાથી આંતરિક બળવાને કારણે કમજોર પડેલી શિવસેનાએ જોકે ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો અને શિવસેનાના સેક્રેટરી(Shiv Sena secretary) અને સાંસદ વિનાયક રાઉતે(MP Vinayak Raut) સ્પષ્ટતા કરી હતી કે આ અહેવાલ ખોટા છે અને શિવાજીરાવ પાટીલ હજી પણ પક્ષમાં છે અને તેઓ શિવસેનાના ડેપ્યુટી લીડર(Deputy Leader) પદ પર કાયમ છે.
શિવાજીરાવે જાહેરમાં એકનાથ શિંદેને મુખ્યપ્રધાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. સામનામાં પક્ષમાંથી તેમની હકાલપટ્ટીના અહેવાલ બાદ તેઓ ભારે નારાજ થયા હતા. શિવસેનાએ તેઓ હજી પક્ષમાં જ હોવાની સ્પષ્ટતા બાદ પણ જોકે શિવાજીરાવે સામના અહેવાલને કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું હોવાનો દાવો કર્યો હતો. તેમ જ અન્ય પક્ષમાં જોડાઈ જવું કે નહીં તે બાબતે હજી કોઈ નિર્ણય કર્યો ન હોવાનું તેમણે કહ્યું હતું.