Site icon

હાર્દિક પટેલનો ભાજપ પ્રેમ, પહેલી વખત કર્યા મોં ફાટ વખાણ. કહ્યું 370 કલમ હટાવવી એ મોટી ઉપલબ્ધી… જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

કોંગ્રેસ(Gujarat)થી નારાજ ગુજરાતનો પાટીદાર નેતા (Patidar Leader Hardik Patel)હાર્દિક પટેલ ભાજપ (BJP)તરફ ઢળી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. જોકે કોંગ્રેસને છોડવાની છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલી અફવા પર તેણે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે તે હજી સુધી કોંગ્રેસ(Congress)માં જ છે. જોકે સ્પષ્ટતા આપ્યા બાદ તેણે ભાજપ(BJP)ના પહેલી વખત જાહેરમાં વખાણ કરતા કહ્યું હતું કે ભાજપ રાષ્ટ્રલક્ષી કામ કરી રહ્યા છે અને તેને ભાજપના સારા કામ દેખાઈ રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓની ખોટી રાજનીતિ(Politics) તેને ગમતી નથી અને તેને એ બાબતે કોઈ ચર્ચા કરવી નથી. એવું જાહેરમાં હાર્દિક પટેલ કહી ચૂક્યો છે. સાથે જ તેણે ભાજપ સારા કામ કરી રહ્યું હોવાનું કહીને તેણે ભાજપના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે હું હિંદુ છે અને તેના પર મને ગર્વ છે. અયોધ્યામાં રામ મંદિર (Ayodhya Ram Mandir)બનવું અને જમ્મુ કાશ્મીર(Jammu kashmir Article 370)માંથી 370ની કલમ હટાવી એ સરકારની મોટી ઉપલબ્ધિ છે. તેથી આ કામની પ્રશંસા થવી જ જોઈએ. ભાજપ રાષ્ટ્રલક્ષી કામ કરી રહ્યું છે

 આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ, હાર્દિકની એક્ઝિટની અટકળો વચ્ચે નરેશ પટેલ કોંગ્રેસ દરબારમાં પહોંચ્યા.. જાણો ક્યારે કરી શકે છે મોટું એલાન 

એક તરફ તેણે ભાજપના વખાણ કર્યા હતા. તો બીજી તરફ હાર્દિકે ગુજરાતમાં કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલ કરતા કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસમાં વધારે લિડર હોવાથી તે મજબૂત નથી. કોંગ્રેસમાં સાચી વાત કહે છે તો તે ગમતી નથી.
 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version