ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને તેમની સામેની CBI તપાસનો પ્રાથમિક અહેવાલ આપવા માટેની માગ કરતી અરજીને ફગાવી છે.
સાથે જ કોર્ટે અનિલ દેશમુખના વકીલ કપિલ સિબ્બલને બોમ્બે હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપી છે.
દેશમુખના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને કહ્યું કે, તપાસ એજન્સીને પ્રાથમિક તપાસ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજો સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટને તેનું કામ કરવા દો.
ઉલ્લેખનીય છે કે, દેશમુખની ED દ્વારા 1 નવેમ્બરના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.