Site icon News Continuous Bureau | Mumbai

થાણેમાં દહીંહાંડીની ઉજવણીની જાહેરાત કરનારા મનસે નેતાને પોલીસે લીધો અટકાયતમાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં દહીંહાંડીની ઉજવણી રદ કરી નાખી છે. છતાં સરકારના આદેશ વિરુદ્ધ  થાણેમાં દહીંહાંડીની ઉજવણી માટે સ્ટેજ બાંધનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના થાણેના જિલ્લા અધ્યક્ષ અવિનાશ જાધવને પોલીસે તાબામાં લીધો હતો. એથી થાણેમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

મહારાષ્ટ્રની ઠાકરે સરકારને આંચકો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પરિવહન મંત્રી અનિલ પરબને આ તારીખે હાજર થવા નોટીસ પાઠવી; જાણો વિગતે 

સોમવારે સવારના મનસેના નેતા અવિનાશે થાણેમાં દહીંહાંડી માટે મોટો સ્ટેજ બાંધ્યો હતો, ત્યાર બાદ તે ત્યાં જ ભૂખહડતાળ પર બેસી ગયો હતો. એથી પોલીસે તેને અને તેના સાથીદારોને તાબામાં લીધા હતા અને સ્ટેજ કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની સૂચનાને પગલે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં દહીંહાંડીની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. છતાં થાણેમાં મનસેએ દહીંહાંડી ઉત્સવની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. કોરોનાને લગતા નિયમોનું પાલન કરીને ઉજવણી કરાશે એવો દાવો પણ મનસેએ કર્યો હતો.

Atiq Ahmed Son Accident Video અતીક અહેમદના પુત્રના અકસ્માતનો LIVE VIDEO આવ્યો સામે, સૂમસામ રસ્તા પર ડિવાઈડર સાથે અચાનક ટક્કર
Shiv Sena Symbol Dispute પક્ષ સંગઠન મોટું કે ધારાસભ્યોની બહુમતી? સુપ્રીમ કોર્ટ સમક્ષ ઠાકરે જૂથે ઉઠાવ્યા ગંભીર સવાલ, રજૂ કરી ત્રણ મુખ્ય દલીલો
Shiv Sena Symbol Legal Dispute Supreme Court અસલી શિવસેના કોની? સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક નિર્ણય આપવાની તૈયારીમાં! જાણો કોર્ટમાં શું થયું
JPSC JSSC Exam Row Jharkhand Bandh પેપર લીક અને પોલીસ દમન સામે મહાસંગ્રામ ઝારખંડ બંધના એલાનથી રાજકારણ ગરમાયું, વિદ્યાર્થીઓને ભાજપનું સમર્થન
Exit mobile version