ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર
થાણા મહાનગરપાલિકાની હદમાં આવેલા રહેઠાણો ને આજે પાણી પુરવઠો ઓછા દબાણથી મળે તેવી શક્યતા છે. વાત એમ છે કે ભારે વરસાદને કારણે પીસે પાંજરાપોળ પંપીંગ સ્ટેશન માં ભાતસા નદીના પાણી ઘૂસી ગયા હતા. પરિણામ સ્વરૂપે પંપીંગ સ્ટેશન નું કામ ધીમું પડયું છે.
આથી થાણા વિસ્તારમાં આજે પાણી ઓછા દબાણથી આવશે તેવી થાણા મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે.