ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
મહારાષ્ટ્રની મિની વિધાનસભા ગણાતી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં થવા જઈ રહી છે. આ ઉપરાંત પુણે અને પિંપરી-ચિંચવડ સહિત રાજ્યની 10 મહાનગરપાલિકાઓ અને 20 નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ ફેબ્રુઆરીમાં યોજાવાની કવાયત શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે નવી મુંબઈ, ઔરંગાબાદ, કોલ્હાપુર અને વસઈ-વિરાર સહિતની મ્યુનિસિપલ કૉર્પોરેશનો અને સિટી કાઉન્સિલોની પેન્ડિંગ ચૂંટણીઓની પણ તૈયારી કરી લીધી છે. જોકેઆ અંગે અંતિમ નિર્ણય કોરોનાની સ્થિતિના આધારે લેવામાં આવશે.
કોરોનાના વધતા સંક્રમણને કારણે ઘણી મ્યુનિસિપલ ચૂંટણીઓ બાકી છે, પરંતુ હવે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે, ત્યારે મુંબઈ સહિત રાજ્યની10 મહાનગરપાલિકાઓની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની સંભાવના વધી ગઈ છે. ઔરંગાબાદ, નવી મુંબઈ, વસઈ-વિરાર અને કોલ્હાપુરમાં પાલિકાની ચૂંટણી ગત વર્ષથી બાકી છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ બાકી રહેલી ચૂંટણીઓ ઑક્ટોબરમાં યોજાશે, જ્યારે આગામી ચૂંટણીઓ ફેબ્રુઆરીમાં યોજાશે.
આ દેશમાં લોકો લોહી વેચીને ચલાવે છે ગુજરાન; સારવારમાં હૉસ્પિટલો કરે ઉપયોગ, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે નવી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માર્ચ 2020માં યોજાઈ ન હતી અને મહાનગરપાલિકાને બરતરફ કર્યા પછી ત્યાં પ્રશાસનનું શાસન લાગુ કરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ માટેની સૂચનાઓ આપી હોવાથી હવે મહારાષ્ટ્રમાં હવે રાજનીતિ ગરમાશે અને આ તમામ મહાનગરપાલિકા સહિત ખાસ કરીને લોકોની નજર BMCની ચૂંટણી પર રહેશે.