ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે. માંડ-માંડ રાજ્ય સરકારે નિયંત્રણો હળવાં કર્યાં હતાં એમાં હવે રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ત્રણ અલગ વેરિયન્ટ મળી આવતાં સરકારની ચિંતામાં વધારો થયો છે. વૈશ્વિક સ્તરે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 13 જેટલા વેરિયન્ટ મળી આવ્યા છે, એમાંથી મહારાષ્ટ્રમાં Ay1, Ay2 અને Ay3 એમ 3 ડેલ્ટા વેરિયન્ટના સબ-વેરિયન્ટ મળી આવ્યા છે.
જીનોમ સીક્વેન્સિંગ રિપૉર્ટ મુજબ હાલ મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના 66 કેસ છે. આ 3 સબ-વેરિયન્ટમાં Ay3 વેરિયન્ટ અમેરિકામાં બહુ ઝડપથી ફેલાયો છે. મહારાષ્ટ્રમાં પણ 66 ડેલ્ટા પ્લસના કેસ નોંધાયા છે, એમાં સૌથી વધુ 31 કેસ Ay1ના છે, તો Ay3 વેરિયન્ટના 20 અને Ay2 વેરિયન્ટના 10 કેસ છે.