Site icon

હદ થઈ ગઈ- આ ભાઈસાબ ગોવામાં સીધી બીચ પર પોતાની કાર લઈ ગયા- પછી શું થયું- જુઓ આ વીડિયોમાં

News Continuous Bureau | Mumbai

ગોવા(Goa) પોતાના સુંદર, રમણીય બીચ(beach) માટે જાણીતો છે. મોટી સંખ્યામાં ટુરિસ્ટો(Tourist) ગોવા ફરવા જવાનું પસંદ કરે છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો ફરી વળ્યો હતો, જેમાં ગોવાના એક બીચ પર એક કાર(Car)નો માલિક પોતાની કારને સીધી બીચની અંદર લઈ ગયો હતો.

Join Our WhatsApp Community

 

સોશિયલ મીડિયા પર ફરી વળેલા વીડિયોમાં દેખાય છે કે કાળા કલરની MH-12 નંબરથી ચાલુ થતી એક કાર ગોવાના મોરજીમ બીચ (Morjim Beach) પર અંદર દરિયાના પાણી સુધી પહોંચી ગઈ છે. આ કાર દરિયાની રેતી(Beach sand)માં અંદર ફસાયેલી જોવા મળે છે. રેતીમાં અંદર ખૂંપી ગયેલી આ કારને બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે અને આજુબાજુ લોકોના ટોળા થઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો : સપનાનું ઘર ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર- દલાલોથી મુક્ત કરાવવા મ્હાડા લાવી રહી છે આ સિસ્ટમ

વિડિયોમાં દેખાઈ રહ્યું છે કારનો માલિક કારને બહાર કેવી રીતે કાઢવાના પ્રયાસમાં છે, ત્યારે બીચ પર રહેલા અમુક લોકો કારને બીચની અંદર લઈ આવવા સામે સવાલ કરવામાં આવે છે. વીડિયોમાં દેખાઈ રહેલા વીડિયોમાં કારના નંબર પરથી તે પુણેની કાર હોવાનું જણાયું હતું.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version