News Continuous Bureau | Mumbai
મુંબઈ, થાણેનો સૌથી વ્યસ્ત ગણાતા ઘોડબંદર રોડ પર ભારે ટ્રાફિક થયો છે અને વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક માં અટવાયેલા હોવાની ફરિયાદનો મારો સોશિયલ પ્લેટફોર્મ ટ્વીટર પર થઈ રહ્યો છે.
મુંબઈ, થાણે સહિતના વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે મોટાભાગના રસ્તા પર ખાડાઓ પડી ગયા છે. તેથી વાહનચાલકોને ભારે હેરાનગતિ નો સામનો કરવો પડી રહ્યો છે અને ઘોડબંદર રોડ પરના ટ્રાફિકને પણ તેની અસર થઈ છે.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-હવે આગાહી વાંચીને પછી બીચ પર જજો કારણકે મુંબઈના બીચ પર આ સમય પત્રક સિવાય એન્ટ્રી નહીં મળે
મુંબઈ-થાણેનો સૌથી વ્યસ્ત અને મુંબઈ-અમદાવાદ હાઈવેને કનેક્ટેડ ગણાતા ઘોડબંદર રોડની હાલત ખરાબ છે. ઘોડબંદરના ફાઉન્ટન હોટલ પાસે સર્વિસ રોડ પર મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા છે. તેને કારણે અહીં ભારે ટ્રાફિક જામ થયેલો છે.
આ હોટલ પાસે ઘોડબંદર રોડ મુંબઈ-અમદાવાદ હાઈવેને જોડે છે. તેથી અહીં ગુજરાત જતા અને આવતા વાહનો મોટી સંખ્યામાં હોય છે. તેથી સર્વિસ રોડ પરના ખાડાને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ છે. સ્થાનિક રહેવાસીઓ અને રોજ આ રસ્તાનો ઉપયોગ કરનારા લોકોએ ટ્વીટર પર ઢગલાબંધ ફરિયાદો પણ કરી છે. જોકે સ્થાનિક પ્રશાસન તરફથી હજુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
