ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં કાર અને કંટેનર વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
આ અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા છે. જેઓ એકજ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા પોલીસ પણ તુરંત સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે અકસ્માત કોની ભૂલને કારણે સર્જાયો એ હજુ સામે નથી આવ્યું. પરંતુ અકસ્માતને કારણે લોકોની ભીડ રસ્તા પર ઉમટી પડી હતી.
