Site icon

લખીમપુર હિંસા: મૃતકોના પરિવારોને મળશે આટલા લાખ રૂપિયા અને સરકારી નોકરી; રાજ્ય સરકારે કરી જાહેરાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

લખીમપુર હિંસાને લઈને ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં બંને પક્ષો વચ્ચે સમાધાનના સમાચાર છે.

સરકાર અને ખેડૂતો વચ્ચે મંત્રણાના છ રાઉન્ડ બાદ સહમતિ બની છે. 

સરકારે જાહેરાત કરી છે કે મૃતકોના પરિવારજનોને 45 લાખ રૂપિયા તથા ઘાયલોને 10 લાખ આપવામાં આવશે. 

આ ઉપરાંત મૃતકના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.

આ ઘટનાની ન્યાયિક તપાસ કરવાનું વચન પણ આપ્યું છે. આ તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના નિવેદનનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે રવિવારે હિંસક ટકરાવ થયો. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા.

લખીમપુર ખેરી હિંસાઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સીતાપુર પોલીસે અહીંથી કરી ધરપકડ, જાણો વિગતે

Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Delhi Blast: ખતરાની ઘંટી! દિલ્હી બ્લાસ્ટના તાર ૨ કાર સાથે જોડાયેલા, રાજધાનીમાં હજુ પણ ખતરો યથાવત
Attack Red Fort: ચોંકાવનારો ખુલાસો! ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનું હતું આયોજન, ડૉ. મુઝમ્મિલની પૂછપરછમાં કાવતરું થયું છતું!
Exit mobile version