News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદેએ(Eknath Shinde) મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી( Maharashtra CM) તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે પરંતુ રાજકીય ઘમાસાણનો હજી અંત આવ્યો નથી.
ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેનાના નેતા(Shiv Sena leader) પદ પરથી હટાવી દીધા છે.
ઉદ્ધવ ઠાકરેએ તેમના પર પક્ષ વિરોધી પગલાં લેવાનો આરોપ લગાવીને આ કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો હતો અને ત્યારબાદ 30 જૂને તેમણે ભાજપ(BJP) સાથે મળીને સરકાર બનાવી હતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાનું 3જી જુલાઈથી 2 દિવસ વિશેષ અધિવેશન- શિંદે-ભાજપ સરકારનો આ તારીખે વિશ્વાસ મત મેળવશે
