News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra) સહિત દેશભરમાં લાઉડસ્પીકર(Loudspeaker Row) પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) મોટો ચૂકાદો આપ્યો છે
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે અઝાન(Azan) માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી.
આ મહત્વપૂર્ણ ટીપ્પણી સાથે કોર્ટે બદાઉનના એક મૌલવી(Maulvi) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.
અરજીમાં હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી મૂળભૂત અધિકાર હેઠળ(fundamental right) હોવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) પ્રમુખ રાજ ઠાકરેએ(Raj thackeray) ધાર્મિક સ્થળો(Religious places) પરથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી.
