ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 27 ફેબ્રુઆરી 2022,
રવિવાર,
વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટેનો પ્રચાર શુક્રવારે સાંજે સમાપ્ત થયો અને રાજ્ય સરકારના છ મંત્રીઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી ગઈ છે. આજે યુપી ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. યુપીના 12 જિલ્લાઓમાં ફેલાયેલી 61 જેટલી વિધાનસભા બેઠકો માટે મતદાન પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આ સાથે અનેક ઉમેદવારોનું ભાવિ ઈવીએમ(ઈફસ્)માં બંધ થઈ જશે.
આ તબક્કામાં રાજ્યની યોગી આદિત્યનાથ સરકારના છ કેબિનેટ મંત્રીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર છે. મોટાભાગના મંત્રીઓ પ્રયાગરાજના છે. કેશવ પ્રસાદ મોર્યા અને નંદીગોપાલ નંદી તેમાં અગ્રણી છે. આ સિવાય કોંગ્રેસ વિધાયક દળના નેતા આરાધના મિશ્રા રામપુર ખાસથી લડી રહ્યા છે, જ્યારે રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા કુંડા સીટથી ચૂંટણી મેદાનમાં છે.
શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષી સમાજવાદી પાર્ટી (SP) દરેકને 10 માર્ચના મતગણતરી દિવસની રેસમાં વધુ પ્રોત્સાહનની આશા છે. છઠ્ઠા તબક્કા માટે 3 માર્ચે અને સાતમા તબક્કા માટે 7 માર્ચે મતદાન થશે. આ પછી 10 માર્ચે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે