Site icon News Continuous Bureau | Mumbai

કાનપુરમાં અખિલેશના ખાસ મનાતા આ બિઝનેસમેનના ઘરે ફિલ્મી સ્ટાઇલમાં પડ્યા દરોડા, એટલા પૈસા મળ્યા કે ગણી ગણીને અધિકારીઓ પણ થાક્યા; જુઓ તસવીરો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

ઉત્તર પ્રદેશમાં 2022 વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે તે પહેલા આવકવેરા વિભાગ દરોડા પાડી રહ્યું  છે.તાજેતરમાં જ આવકવેરા વિભાગે સમાજવાદી પાર્ટી(સપા)ના મોટા નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. સમાજવાદી પાર્ટીના નેતાઓ બાદ હવે આવકવેરા વિભાગની ટીમે કન્નૌજના અત્તરના મોટા વેપારી પિયુષ જૈનના ઘરે અને અન્ય ઠેકાણે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે કેશ અને નકલી ઈનવોઈસ મળી આવ્યા છે. જે જોઈને અધિકારીઓ ચોકી ગયા છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ દરોડા બાદ આવકવેરાની ટીમને અત્તરના મોટા વેપારી પિયુષ જૈનના ઘરેથી રૂ. 150 કરોડથી વધુની રકમ મળી આવી છે. ગુરુવારે બપોરે આવકવેરા વિભાગની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. અને દરોડાની કાર્યવાહી હજુ ચાલુ છે. દરોડા દરમિયાન મળી આવેલી ચલણી નોટોની ગણતરી માટે અત્યાર સુધીમાં 6 મશીન લાવવામાં આવ્યા છે. દરોડા દરમિયાન GST ચોરીનો મોટો ખેલ સામે આવ્યો છે. આવકવેરા અને જીએસટી વિભાગે 12 થી વધુ બોક્સનો ઓર્ડર આપ્યો છે જેથી કરોડો રૂપિયા રાખી શકાય. 

આ ઉપરાંત આનંદપુરી વિસ્તારમાં પીયૂષ જૈનના ઘરેથી નોટોના મોટ-મોટા બંડલ મળી આવ્યા છે. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. આ બંડલોને એ રીતે પેક કરવામાં આવ્યા હતા જેથી તેને આરામથી ગમે ત્યાં કુરિયર કરી શકાય. ખાસ વાત એ છે કે પીયૂષ જૈન અખિલેશ યાદવની નજીકના છે. અને તેણે હાલમાં જ 'સમાજવાદી' પરફ્યુમ પણ લોન્ચ કર્યું હતું. આ માટે તે ચર્ચાઓમાં પણ રહ્યા છે. અધિકારીઓનામ જણાવ્યા મુજબ પરફ્યુમ કન્નૌજમાં બને છે અને મુંબઈમાં તેમનો શોરૂમ છે. જ્યાંથી દેશ-વિદેશમાં પરફ્યુમ સપ્લાય કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે અહીં દરોડા બાદ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવ્યું હતું. CGST એક્ટ 2017 ની કલમ 67 હેઠળ આવકવેરા દ્વારા બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે, જેથી તેમાં જે પણ રાખવામાં આવ્યું છે તેની સાથે છેડછાડ ન થઈ શકે.  


 

Ambaji Mandir Mohanthal Prasad GI Tag અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગનો દરજ્જો નવરાત્રિના પ્રથમ દિવસે અપાશે સત્તાવાર સર્ટિફિકેટ
Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Exit mobile version