Site icon News Continuous Bureau | Mumbai

યાત્રીગણ કૃપયા ધ્યાન દે- મુંબઈ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનના સમયમાં થયો ફેરફાર -મુસાફરી કરતા પહેલા જાણી લો નવું ટાઈમ ટેબલ

Fencing on the route of Vande Bharat Express Starts

Vande Bharat Express : વંદે ભારત એક્સપ્રેસને વિજ્ઞસંતોષીઓથી બચાવવા રુટ પાસે ફેન્સીંગ શરુ કરાયું.

News Continuous Bureau | Mumbai

રેલ યાત્રી(railway passener) ઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ભારતીય રેલવેએ(Indian Railway) ગુજરાતના (Gujrat) પાટનગર ગાંધીનગર(Gandhinagar) અને મુંબઈ (Mumbai) વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન(Vande Bharat Express) નું ટાઇમ ટેબલ(Time Table) 5 નવેમ્બર, 2022 એટલે કે આજથી બદલાશે.  

Join Our WhatsApp Channel

પશ્ચિમ રેલવે(Western Railway) ના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલિઝ અનુસાર, ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર આવતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વાપી સ્ટેશન પર 8.0 કલાકે પહોંચશે, અને ત્યાંથી આ ટ્રેન 8.02 કલાકે ઉપડશે. જ્યારે અગાઉ આ ટ્રેન 8.04 વાગે ત્યાં પહોંચતી હતી અને 8.06 વાગ્યે ત્યાંથી રવાના થતી હતી. ઉપરાંત વંદે ભારત એક્સપ્રેસ સુરત સ્ટેશન પર અગાઉ 09.00 વાગે આવતી હતી અને 09.03 વાગે ઉપડતી હતી તેના બદલે હવેથી આ ટ્રેન સુરત સ્ટેશને 08.55 વાગે આવશે અને 08.58 વાગે ત્યાંથી રવાના થશે.

આ સમાચાર પણ વાંચો : આ ચાર એન્ડ્રોઇડ એપ તુરંત તમારા ફોનમાંથી કરો દૂર-નહીં તો ખાલી થઈ જશે તમારું એકાઉન્ટ

આવી જ રીતે નવા ટાઇમ ટેબલ અનુસાર ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ પરત ફરતી ટ્રેન નંબર 20902 – વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર 15.53 કલાકે પહોંચશે અને ત્યાંથી 15.56 કલાકે રવાના થશે. અગાઉ આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 15.50 કલાક આવતી હતી અને 15.55 કલાકે રવાના થતી હતી. તો વાપી સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવેથી 18.38 કલાકના બદલે 18.13 કલાકે આવશે અને ત્યાંથી 18.40 કલાકને બદલે 18.15 કલાકે ઉપડશે.

ટ્રેનોના સમયમાં 20 મિનિટનો ફેરફાર

આ રૂટ પર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન બાકીના સ્ટેશનો પર અગાઉના સમય અનુસાર જ પહોંચશે અને રવાના થશે. નોંધનીય છે કે રેલવે વિભાગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં 20 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી, રેલવે પ્રશાસને  મુસાફરોને આ નવા સમયપત્રક અનુસાર મુસાફરી કરવાની અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો : વાયરલેસ ચાર્જિંગ સાથે સ્માર્ટ સૂટકેસ થયું લોન્ચ- મળે છે અનેક શાનદાર ફીચર્સ

Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Nita Ambani Anant Ashray Karjat મહારાષ્ટ્રના કરજતમાં ૧૦૦ એકરમાં આકાર લેશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ જન્મદિવસે નીતા અંબાણીએ કર્યું ભૂમિપૂજન
Exit mobile version