ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં કોરોના ના નામે લોકો પાસે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. આ સમાચાર વીડિયોમાં આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નાક કપાઈ ગયું છે. વાત એમ છે કે વારાણસીમાં એમ્બ્યુલન્સ માટે છ કલાક જેટલી રાહ જોવી પડે છે અને ત્યારબાદ પણ માત્ર ૨ કિલોમીટરના સફર માટે ચાર હજાર રૂપિયા આપવા પડે છે. કોરોના ના દર્દીઓ ધ્યાન રાખવા માટે કોઇ તૈયાર ન હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ હોસ્પિટલમાં બેડ ખુટી જવાને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર પણ કોરોના ના ઝટકા થી બચી શક્યું નથી.
આને કહેવાય સ્વદેશી અપનાવો? ઉદ્ધવ ઠાકરે નું ફેસબુક પર લાઈવ અને દૂરદર્શન પર કશું જ નહીં!!