Site icon News Continuous Bureau | Mumbai

બેંગલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકાઈ, કાર્યક્રમમાં થયો હોબાળો અને મારપીટ; જુઓ વિડિયો, જાણો વિગતે… 

News Continuous Bureau | Mumbai 

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત(Rakesh Tikait) હાલ કર્ણાટક(Karnataka) પ્રવાસે છે. આજે તેઓ રાજ્યના પાટનગર બેંગલુરુ(Bangluru)માં પ્રેસ ક્લબના ગાંધી ભવનમાં એક પત્રકાર પરિષદ(Press conference) કરવાના હતા. ટિકૈત આ (Bengaluru) પત્રકાર પરિષદમાં સ્થાનિક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનના વિડીયો પર ખુલાસો કરી રહ્યા હતા, ત્યારે તેમના પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. એક સ્ટિંગ ઓપરેશન(Stig Operation)માં જ્યાં કર્ણાટકના ખેડૂત નેતા કોડિહલ્લી ચંદ્રશેખર (Farmer leader Kodihalli Chandrashekar) પૈસા માંગતા ઝડપાયા હતા. તેના વિશે માહિતી આપી રહ્યા હતા.

Join Our WhatsApp Channel

 

રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ મીડિયાને સંબોધતા સ્પષ્ટતા કરી રહ્યા હતા કે તેઓ આ લાંચ લેવામાં શામેલ નથી અને ખેડૂત નેતા કોડીહલ્લી ચંદ્રશેખર સામે પગલાં લેવા જોઈએ. આ દરમિયાન કેટલાક લોકોએ ઝઘડો શરૂ કરી દીધો અને ખેડૂત નેતા પર કાળી શાહી(Black ink) ફેંકી દીધી. આ પછી, ટિકૈતના સમર્થકોએ પણ હંગામો શરૂ કર્યો અને ત્યાં રાખવામાં આવેલી ખુરશી(Chair)ઓ સાથે માર મારવાનું શરૂ કર્યું. કહેવાય છે કે શાહી ફેંકવામાં સ્થાનિક કિસાન નેતા કોડિહલ્લીનો હાથ છે.  

આ સમાચાર પણ વાંચો : હવે ડુંગળીના ઉત્પાદકોનો રોવાનો વારોઃ 5 જૂનના નાશિકમાં કાંદા પરિષદ.. જાણો વિગતે

બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, ગાંધી ભવન(Gandhi Bhavan)માં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખેડૂત નેતાઓ પર કાળી શાહી(Black Ink) ફેંકવા બદલ 3 લોકોની ધરપકડ(Arrested) કરવામાં આવી છે. આ ઘટના અંગે રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સુરક્ષા જાળવવાની જવાબદારી સ્થાનિક પોલીસની છે. કર્ણાટક સરકાર(Karnataka Govt) પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે આ બધુ મિલીભગતથી થયું હોય તેવું લાગે છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version