Site icon

વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરનાર પોલીસ ટીમને ક્લીન ચિટ, ગેંગસ્ટરની પત્ની રિચાના આરોપો પર તપાસ પંચે આ કહી વાત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

કાનપુરના બિકારુ ગામમાં ઘણા પોલીસ જવાનોને મારનારા ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટરમાં ઉત્તર પ્રદેશ પોલીસને મોટી રાહત મળી છે. 

મળતી માહિતી મુજબ ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર કેસમાં બિકારુ કેસની તપાસ માટે રચાયેલા ન્યાયિક આયોગે પોલીસ ટીમને ક્લીનચીટ આપી છે

ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર કેસમાં થયેલી તપાસમાં યુપી પોલીસ દ્વારા બનાવટી એન્કાઉન્ટર વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

આ મામલાની તપાસ કર્યા પછી, પંચે કહ્યું કે મીડિયા અને જાહેર જનતામાંથી કોઈ પણ પોલીસ બાજુ અને ઘટના સંબંધિત પુરાવાને નકારવા માટે આગળ આવ્યું નથી. 

આ ઉપરાંત વિકાસ દુબેની પત્ની રિચાએ એન્કાઉન્ટરને બનાવટી ગણાવીને સોગંદનામું આપ્યું હતું પરંતુ તે કમિશન સમક્ષ હાજર થઈ નહોતી. એટલા માટે પોલીસ પર શંકા ન કરી શકાય. આ જ તારણ મેજિસ્ટ્રેટ તપાસમાં પણ બહાર આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 2 જુલાઈ 2020 ની રાત્રે, દરોડા પાડવા ગયેલા 8 પોલીસકર્મીઓની કાનપુરના બિકારુ ગામમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.

આ ઘટના બાદ આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. આ મામલાની તપાસ માટે કમિશનની રચના કરવામાં આવી હતી.

PNBને મળી મોટી સફળતા! ભાગેડુ નીરવ મોદીની ED દ્વારા જપ્ત આટલા કરોડની સંપત્તિ પંજાબ નેશનલ બેંકને સુપરત ; કોર્ટે આપી મંજૂરી

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version