Site icon

બિલ્લીપગે ઘરમાં ઘુસ્યો દીપડો- ઘરની અંદર લટાર મારતા જોવા મળ્યો- લોકોમાં ભયનો માહોલ- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારા ઘરમાં દીપડો(leopard) ઘૂસી જાય તો તમે શું કરશો? હાલ સોશિયલ મીડિયા(Social media)માં એવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક દીપડો ઘરની અંદર લટાર મારતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના મહારાષ્ટ્ર(Maharashatra)ના સતારા(Satara)ની છે, જ્યારે પરિવારના સભ્યો દુર્ગા વિસર્જન (Durga Visarjen) કાર્યક્રમ માટે બહાર ગયા હતા ત્યારે એક દીપડો(leopard) તેમના ઘરમાં ઘૂસી ગયો હતો. જ્યારે ઘરના લોકો પાછા ફર્યા તો તેઓએ જોયું કે દીપડો તેમના ઘરના એક રૂમના દરવાજે બેઠો હતો. ઘરની અંદર દીપડાને જોઈ લોકો ડરી ગયા હતા. ત્યારે પરિવારના એક સભ્યએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ પછી પરિવારજનોએ રાહત અને બચાવ માટે વન વિભાગની ટીમને બોલાવી હતી.

ડોલર સામે રૂપિયો વધુ તૂટ્યો- ઓપનિંગમાં જ પહોંચ્યો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે- જાણો કેટલો આવ્યો ઘટાડો

આ માહિતી મળતાં જ ઘરની આસપાસ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ઘણા લોકોએ અંદર ઘૂમતા દીપડાનો વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે..

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version