Site icon News Continuous Bureau | Mumbai

ડૉ. કિરીટ સોમૈયા સોમવારે ધડાકો કરશે. મહારાષ્ટ્ર ના બે-બે મંત્રીઓના ઘોટાળા બહાર કાઢશે. સસપેંસ બરકરાર..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

રવિવાર

હાલ મહારાષ્ટ્રની સરકાર પર અનેક આરોપો લાગી રહ્યાં છે. ભ્રષ્ટાચારના કારણે મહારાષ્ટ્રની સરકારના ગૃહમંત્રીએ પણ રાજીનામું આપવું પડયું હતું. ભાજપના ડૉ. કિરીટ સૌમૈયાનું ભ્રષ્ટાચાર બાબતે વલણ આકરું બન્યું છે. મીડિયામાં પ્રસારિત માહિતી મુજબ સોમવારે ડૉ. સૌમૈયા વધુ બે કૌભાંડોનો પર્દાફાશ કરવાં જઈ રહ્યાં છે. 

એવું માનવામાં આવી રહ્યું છે કે ઠાકરે સરકારમાં ભ્રષ્ટ મંત્રીઓને બહાર લાવવા માટે ડૉ. કિરીટ સૌમૈયાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પ્રોત્સાહન છે. તેમજ ભારતીય જનતા પાર્ટી મહાવિકાસ આઘાડીમાં 11 કૌભાંડી મંત્રીઓ અને ધારાસભ્યોની યાદી બનાવી રહી છે. ભાજપના નેતા ડો. કિરીટ સોમૈયા ના રડાર પર સરકારના વધુ બે મંત્રીઓ  આવ્યા છે. મીડિયામાં પ્રસારિત અહેવાલ મુજબ સોમૈયાએ ખુલાસો કર્યો હતો કે તેમાંથી એક શિવસેનાનો છે અને એક રાષ્ટ્રવાદીનો છે અને સોમવારે તેઓની પૂછપરછ કરવામાં આવશે.

  ગુજરાત ના મુખ્યમંત્રી પદની રેસમાં આ માણસ નીકળી ગયા સૌથી આગળ. આવતીકાલે ગાંધીનગર ખાતે હાજર થવાની સૂચના આપવામાં આવી.

પહેલા શિવસેના કે રાષ્ટ્રવાદી?
એક ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યુ દરમિયાન ડૉ. સોમૈયાએ આ માહિતી આપી હતી.  સોમવારે અમે આ મંત્રીઓની પૂછપરછ કરવા જઈ રહ્યાં છીએ. પરંતુ પાર્ટીએ મને પહેલા શિવસેનાના મંત્રીઓનું કૌભાંડ કાઢવું કે રાષ્ટ્રવાદી મંત્રીઓનું તે નક્કી કરવાની સ્વતંત્રતા આપી છે. તેથી ડૉ. સૌમૈયા નક્કી કરશે કે કોના મંત્રીના કૌભાંડનો પર્દાફાશ પહેલાં કરવો.

આ કૌભાંડો શું છે?
શિવસેના મંત્રી કૌભાંડ ૧૨૦ કરોડ રૂપિયા છે જ્યારે રાષ્ટ્રવાદી મંત્રીનું કૌભાંડ ૧૨૭ કરોડ રૂપિયા છે. તેમાં શિવસેનાના મંત્રીના કૌભાંડ અંગે 4,000 પાનાનો અહેવાલ તૈયાર છે. આવો જ અહેવાલ રાષ્ટ્રવાદીના મંત્રીઓનો તૈયાર છે. આ બંને કૌભાંડો મની લોન્ડરિંગના કેસ છે.શિવ સેનાના મંત્રીએ ભ્રષ્ટાચારના પૈસા પશ્ચિમ બંગાળની એક બનાવટી કંપનીને ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે રાષ્ટ્રવાદી મંત્રીએ સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને તેમણે પણ મની લોન્ડરિંગ દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા છે. તેઓએ બંધ કંપનીના નામે બનાવટી બેંક ખાતું બનાવ્યું હતું.

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version