News Continuous Bureau | Mumbai
યસ બેંકના(YES bank) સહસંસ્થાપક રાણા કપૂરે(Co-founder Rana Kapoor) ઈડી(ED) સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
તેમણે ઈડીને જણાવ્યું કે તેમના પર કોંગ્રેસના(Congress) પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) પાસેથી એમ એફ હુસૈનનું(MF Hussain) પેઈન્ટીંગ(painting) રૂા. ૨ કરોડમાં ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
આ રકમ ન્યુ યોર્કમાં(New york) કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીની(sonia gandhi) મેડિકલ સારવાર માટે ગાંધી પરિવારે ઉપયોગમાં લીધી હતી.
સાથે તેમણે એવી પણ જાણકારી આપી કે તત્કાલીન પેટ્રોલિયમ મંત્રી(Petrolium minister) મુરલી દેવરાએ(Murali Deora) તેમને એવું જણાવ્યું હતું કે તેઓ એમ એફ હુસૈનનું પેઈન્ટીંગ નહિ ખરીદે તો ગાંધી પરિવાર સાથે તેમનો સંબંધ નહિ વિકસે અને તેમને પદ્મભુષણ એવોર્ડ(Padma bhushan award) પણ નહિ મળે.
વિશેષ કોર્ટમાં(Special court) મની લોન્ડરીંગ કેસની(Money laundering case) તપાસમાં ઈડી(ED) દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં(Chargesheet) આવો દાવો કરાયો છે.
આ સમાચાર પણ વાંચો : વાહ!!! એક કાર્ડ પર દેશભરમાં કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરી શકાશે. આજે ઉદ્ધવ ઠાકરેના હસ્તે થશે લોકાર્પણ; કાર્ડ લોન્ચ કરનારું બેસ્ટ બનશે દેશનું પહેલું પરિવહ ઉપક્રમ. જાણો વિગતે