News Continuous Bureau | Mumbai
Nilesh Lanke NCP: લોકસભા ચૂંટણી પહેલા NCPના અજિત પવાર જૂથને મોટો ઝટકો લાગ્યો છે. મિડીયા રિપોર્ટ અનુસાર, ધારાસભ્ય નિલેશ લંકે આજે શરદ પવારના જૂથમાં ( Sharad Pawar group ) સામેલ થવા જઈ રહ્યા છે. નિલેશ લંકે પારનેરના ધારાસભ્ય છે અને અજિત પવારના ( Ajit Pawar ) ખૂબ જ વફાદાર સમર્થક તરીકે જાણીતા હતા.
આગામી લોકસભા ચૂંટણીની ( Lok Sabha elections ) તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ પહેલા અહમદનગર સીટ ઘણી ચર્ચામાં છે. જેમાં સાંસદ સુજય વિખે પાટીલ અને ધારાસભ્ય નિલેશ લંકે વચ્ચે મુકાબલો થવાની શક્યતા છે. કારણ કે લોકસભાની પૃષ્ઠભૂમિમાં બંને જૂથો દ્વારા અહેમદનગરમાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ બંને કાર્યક્રમોમાં નિલેશ લંકેની પત્ની પણ સક્રિય જોવા મળી હતી.
સુજય વિખેની પત્ની ધનશ્રી વિખે પણ દરેક કાર્યક્રમમાં ભાગ લઈને મહિલા સમુદાયને જોડવાનો પ્રયાસ કરી રહી છે…
ઉલ્લેખનીય છે કે, હાલ સુજય વિખેની પત્ની ધનશ્રી વિખે પણ દરેક કાર્યક્રમમાં ભાગ લઈને મહિલા સમુદાયને જોડવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી બીજી તરફ નિલેશ લંકેના પત્ની રાણી લંકે પણ શિવ સ્વરાજ યાત્રા દ્વારા દરેક વિધાનસભા મતવિસ્તારને આવરી લેવાનું આયોજન કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Australia: ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાની હત્યા, કચરાપેટીમાંથી લાશ મળી; પતિ પર હત્યાની શંકા.. જાણો શું છે આ આખો કિસ્સો…
નોંધનીય છે કે, જો નિલેશ લંકે શરદ પવારના જૂથમાં જોડાય છે, તો લોકસભા ચૂંટણી 2024 પહેલા અજિત પવારના જૂથને મોટો ઝટકો લાગી શકે છે.