ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ઉગેલી કેસર કેરી જમીન પર પડી ગઈ. આની સાથે જ આ વર્ષની ખેડૂતોની કમાણી પણ સાફ થઈ ગઈ. આ પરિસ્થિતિમાં જમીન પર ખરી પડેલી કેરીઓ વેચવા માટે બજારમાં મોટા પાયે આવી રહી છે. રાજકોટની એક માર્કેટમાં એકાએક 50 હજાર બૉક્સ વેચાવા માટે આવી ગયા. જેને પગલે કેરીનો ભાવ સો રૂપિયા પેટી બોલાયો. જોવાની વાત એ છે કે એ કેરી ખરીદવા માટે આશરે એક કિલોમીટર લાંબી લાઇન લાગી હતી તેમ જ વેચવા માટે પણ લાંબી લાઇનો લાગી હતી.
આમ આ વર્ષે ગુજરાતની કેસર કેરી બજારમાં નહિ આવે એવું લાગી રહ્યું છે.
