Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના સંભાજીનગરમાં બે યુવકો વચ્ચે ઝઘડા બાદ થઈ મોટી બબાલ, બદમાશોએ પથ્થરમારા બાદ વાહનો ફૂંકી માર્યા

clash broke out between two groups

clash broke out between two groups

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના કિરાડપુરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ અહીં બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ સાથે કેટલાક ખાનગી અને પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હળવો બળપ્રયોગ કરીને બંને પક્ષના લોકોને વિખેરવા અને શાંતિ જાળવી રાખી હતી. આ ઘટના મોડી રાત્રે 12.30 વાગ્યે સંભાજી નગરના કિરાડપુરા મંદિરની બહાર બની હતી.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ આ હંગામો મંદિરની બહાર બે યુવકો વચ્ચેના પરસ્પર ઝઘડાથી શરૂ થયો હતો અને ત્યારબાદ બંને યુવકોએ પોતપોતાના પક્ષના લોકોને બોલાવ્યા હતા. આ પછી મામલો સાંપ્રદાયિક હિંસામાં ફેરવાઈ ગયો. ઘટના સ્થળે પહોંચેલા બંને પક્ષના લોકોએ પહેલા એકબીજા સાથે ઝપાઝપી કરી અને પછી પથ્થરમારો શરૂ કરી દીધો. આ દરમિયાન એક તરફના લોકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ગાડીઓને પણ લોકોએ આગ ચાંપી દીધી હતી.
હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેર પોલીસ પ્રશાસન અને તમામ પક્ષોના રાજકીય આગેવાનોએ શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા લોકોને અપીલ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર જાહેરાતને લઈને બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો, હવે અહીં સ્થિતિ કાબૂમાં છે.

આ સમાચાર પણ વાંચો :  આજે છે રામ નવમી, આજના પાવન અવસરે આ શુભ મુહૂર્તમાં કરો રામલલ્લાની પૂજા, જાણો વિધિ અને ખાસ ઉપાય

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version