Site icon

પીળી હળદરનો કાળો કારોબાર, ગુજરાતના આ શહેરમાંથી ડુપ્લીકેટ હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ.. અસલી નકલી પારખવામાં મુશ્કેલી

Turmeric : The price of turmeric in Hingoli is as high as Rs 19 thousand, the highest in the last 14 years.

Turmeric : હિંગોલીમાં હળદરનો ભાવ 19 હજાર રૂપિયા જેટલો ઊંચો છે, જે છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ છે.

News Continuous Bureau | Mumbai

નડિયાદમાંથી ડુપ્લિકેટ હળદર બનાવવાનું એક કારખાનું ઝડપાયું છે. આશ્ચર્યની વાત એ છે કે, હળદર પાવડર બનાવવા માટે કારખાનમાં સૂકી હળદર જ નહોતી. ચોખાની કણકીમાં કેમિકલ મિક્સ કરીને ડુપ્લિકેટ હળદર પાવડર બનાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join Our WhatsApp Community

મૂળતી માહિતી મુજબ, નડિયાદ પોલીસને બાતમી મળી હતી કે, ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે નડિયાદના મિલ રોડ વિસ્તારમાં એક ફેક્ટરીમાં મોટી માત્રામાં કેમિકલ ઉતારાયું છે. આથી પોલીસે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પરંતુ, જ્યારે પોલીસ તે સ્થળ પર પહોંચી તો ડુપ્લિકેટ દારૂના કેમિકલના બદલે ડુપ્લિકેટ હળદર બ્નાવવાનું કારખાનું મળી આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  માનવતાને શરમાવે તેવી ઘટના, કારમાં પડેલા મૃતદેહથી વકીલ કરાવી રહ્યો છે સહી.. વિડીયો જોઈને આવી જશે ગુસ્સો..

આ મામલે તપાસ કરતા પોલીસને જાણ થઈ કે ચોખાની કણકીમાં કેમિકલ મિક્સ કરી તેને મશીનમાં દળતા હતા અને નકલી હળદર પાવડર બનાવતા હતા. આશ્ચર્યની વાત્ એ છે કે કારખાનામાં ક્યાંય સૂકી હળદર જોવા મળી નહોતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લેબ મોકલ્યા નડિયાદ શહેર પોલીસે આ મામલે નડિયાદ સ્થિત જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી આપી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ફેક્ટરીમાંથી વિવિધ સેમ્પલ લઈ પૃથ્થકરણ અંગે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version