Site icon News Continuous Bureau | Mumbai

B. C. Janardhan Reddy Gujarat: આંધ્રપ્રદેશના માર્ગ-મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની મૂલાકાતે, CM ભૂપેન્દ્ર પટેલે સાથે કરી મુલાકાત..

B. C. Janardhan Reddy Gujarat: ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગોના નિર્માણમાં નવીન ટેકનોલોજી સભર કામગીરીના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ-મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની મૂલાકાતે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બેઠક યોજી

A high-level delegation headed by the Minister of Roads and Buildings of Andhra Pradesh visited Gujarat, met with CM Bhupendra Patel.

A high-level delegation headed by the Minister of Roads and Buildings of Andhra Pradesh visited Gujarat, met with CM Bhupendra Patel.

News Continuous Bureau | Mumbai

B. C. Janardhan Reddy Gujarat: ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસાવેલા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા માર્ગના નિર્માણ કામોની પ્રગતિમાં અપનાવેલી નવીન ટેકનોલોજી, પી.પી.પી. મોડેલના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ મકાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ મંત્રી બી. સી. જનાર્ધન રેડ્ડીના વડપણ હેઠળ ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની બે દિવસે મુલાકાતે આવેલું છે. 

Join Our WhatsApp Channel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ દરમિયાન ગાંધીનગરમાં આંધ્રપ્રદેશના માર્ગ-મકાન મંત્રી ( B. C. Janardhan Reddy ) એ શુભેચ્છા મુલાકાત કરી હતી.

તેમણે ગુજરાતના ( Gujarat Infrastructure ) મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને ટેકનોલોજી વિશે જાણવામાં પણ આ બેઠક દરમિયાન રસ દાખવ્યો હતો અને વિશદ ચર્ચાઓ કરી હતી. 

ખાસ કરીને ગાંધીનગરનો સ્ટેટ કેપિટલ તરીકે વિકાસ, સ્વર્ણિમ સંકુલનું નિર્માણ, સેન્ટ્રલ વિસ્ટા, મહાત્મા મંદિર, ગાંધીનગર રેલ્વે સ્ટેશન વગેરેના અદ્યતન નિર્માણ કામોની વિગતોથી તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશના આ પ્રતિનિધિ મંડળે ગિફ્ટ સિટીની ( Gift City )  પણ મુલાકાત લઈને ત્યાં નિર્માણાધિન કાર્યો નિહાળ્યા હતા. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel ) સાથેની આ બેઠકમાં આંધ્રપ્રદેશના વાહન વ્યવહાર તથા માર્ગ મકાન વિભાગના અગ્ર સચિવ શ્રી કાંતિલાલ દાંડે તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

આ સમાચાર પણ વાંચો : Asiatic lions Gir: એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો આટલા લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ ઘોષિત

મુખ્યમંત્રી ના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માર્ગ મકાન સચિવ શ્રી એકે પટેલ તથા ખાસ સચિવ શ્રી પટેલિયા પણ આ બેઠકમાં જોડાયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version