News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને યુપીએ સરકારમાં સંરક્ષણ મંત્રી રહી ચુકેલા એ કે એન્ટનીએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
તેઓ 2 એપ્રિલના રાજયસભાના સભ્ય પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે અને હવે ફરી ચૂંટણી લડવા માંગતા નથી તેવો પત્ર પક્ષના વડા સોનિયા ગાંધીને પાઠવી દીધો છે.
એન્ટની હવે દિલ્હીમાં પણ રહેશે નહીં, તેઓ કેરળના તિરુવનંતપુરમમાં શિફટ થશે.
છેલ્લા 52 વર્ષમાં તેઓએ કોંગ્રેસમાં એક બાદ એક જવાબદારી ભજવી છે અને ત્રણ વખત કેરળના મુખ્યમંત્રી રહી ચૂકયા છે.
આ ઉપરાંત ત્રણ વખત કેન્દ્રીય મંત્રી બની ચૂકયા છે અને પાંચ વખત રાજયસભામાં ચૂંટાયા છે.
આ સમાચાર પણ વાંચો : જમ્મુ-કશ્મીરના આ વિસ્તારમાં ધમાકેદાર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ, 1નું મોત, 10થી વધુ ઘાયલ; જાણો વિગતે
