Site icon

વડોદરામાં રેપેલન્ટ કરતા પણ શક્તિશાળી કેમિકલ શોધાયું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

બજારમાં મળતાં પારેથ્રોઇડ્‌સ અને ઓર્ગેનોફોસ્ફરસ કેમિકલોનો રેપેલન્ટ તરીકે ઉપયોગ થાય છે. આ કેમિકલોને લાંબા સમય સુધી શ્વાસમાં લેવાથી ફેફસાં પર હાનિકારક અસર થાય છે, જેને સાઇટોટોક્સિટી કહે છે. લેકટોલની એ કેમિકલોની તુલનામાં સાઇટોક્સિટી ઓછી છે. મલેરિયાની મુખ્ય પ્રજાતિ પૈકીના એનોફિલિસ ક્યુલિસિફાસિસ મચ્છર પર અસરો ઉૐર્ંના માનાંક મુજબ લેબોરેટરીમાં તપાસી છે. જ્યારે બજારમાં મળતી રેપેલન્ટ મચ્છરોની સૂંઘવા-કરડવાની શક્તિ ઓછી કરે છે. જ્યારે લેકટોલ મચ્છરને મારે છે. તે રંગ અને ગંધહીન છે. ૪ મહિનાથી ડેન્ગ્યૂ-ચિકનગુનિયા તથા મલેરિયાના સંખ્યાબંધ કેસ આવી રહ્યા છે. મલેરિયાના ૩૦૦થી વધુ, ડેન્ગ્યૂના ૨ હજારથી વધુ અને ચિકનગુનિયાના ૧૫૦૦થી વધુ કેસ આવ્યા છે. લેકટોલનો વ્યવસાયિક ઉપયોગ કરાશે ત્યારે તે વધુ અસરકારક પુરવાર થઇ શકે છેસિંહ, વાઘ કે અન્ય શિકારી પ્રાણી શિકાર કરતાં અગાઉ મિનિટો સુધી ટાંપીને બેસી રહે છે, જ્યારે શિકાર નજીક આવે ત્યારે ત્રાટકે છે. રાહ જાેતી વેળા મચ્છર સહિતની જીવાતો તેમને કરડે અને તે હાલે તો શિકાર ભાગી શકે છે. તેથી તે જેનાં પાંદડાંમાં કુદરતી રીતે મચ્છરને ભગાડતાં રસાયણો હોય તેવી વનસ્પતિ સાથે શરીર ઘસે છે. આવા કેમિકલ કેટનિપ ઓઇલ કહેવાય છે. સ્જીેં ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીના એપ્લાઇડ કેમિસ્ટ્રીના પ્રાધ્યાપક ડો. પ્રદીપ દેવતા અને તેમના પીએચડી વિદ્યાર્થી ગૌતમ પટેલે કેટનિપ ઓઇલ જેવું લેકટોલ કેમિકલ વિકસાવ્યું છે. આ સંશોધકોએ લેબોરેટરીમાં પરંપરાગત રેપેલન્ટ કેટલા અસરકારક છે તેની તુલના કરતાં બજારમાં મળતા મચ્છર મારવાના રેપેલન્ટ કરતાં લેકટોલ ૧૦ ગણું શક્તિશાળી છે. પ્રાધ્યાપકને લેકટોલની પેટન્ટ મળી છે. આ બાબતની જાણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મલેરિયલ રિસર્ચને કરી છે. 

 રાજયગૃહમંત્રી હર્ષ સંઘવી પાટણમાં હળવા મજાકના મુડમાં જાેવા મળ્યા 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version